રેલવેનો સ્ટાફ જુના દેવળીયાથી પ્રતાપગઢ આવી રહ્યો હતો તે વેળાએ સર્જાઈ દુર્ઘટના, ચારેય તરીને બહાર આવી ગયા, મોટી દુર્ઘટના ટળીહળવદ : હળવદ નજીક આજે બપોરના સમયે અર્ટીંગા કાર વોકળામાં તણાઈ હોવાની ઘટના સામે આવી છે. જો કે આ કારમાં સવાર ચારેય લોકોનો આબાદ બચાવ થતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પંથકમાં આજે ભારે વરસાદ પડતાં અનેક વોકળાઓ બે કાંઠે વહેતા થયા હતા. તેવામાં રેલવેના આઈઓડબલ્યુના 4 કર્મચારીઓ અર્ટીંગા કારમાં જુના દેવળીયાથી પ્રતાપગઢ તરફ આવી રહ્યા હતા. ત્યારે વોકળાના ધસમસતા પ્રવાહમાં તેઓની કાર તણાઈ હતી. જો કે ચારેય લોકો તરીને બહાર નીકળી ગયા હતા. તેમની કાર હજુ વોકળામાં ઝાડી ઝાંખરાના ઓથ હેઠળ ડૂબેલી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.