મોરબી : મચ્છુ-3 ડેમમાં પાણીની આવક વધતા રાત્રીના 11 વાગ્યે 3 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ પાણીની આવક 13425 ક્યુસેક છે. ડેમ 84.21 ટકા ભરેલો હોવાથી તે લેવલ જાળવી રાખવા 13425 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ડેમના કેચ અપ એરિયામાં છેલ્લા 24 કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. તેમ ડેમના અધિકારી દ્વારા જણાવાયુ છે.