1 અર્બન, 12 જ્યોતીગ્રામ અને 54 એગ્રીકલ્ચર ફીડર બંધ : 19 વીજ પોલ અને 1 ટીસી થયા ડેમેજમોરબી : મોરબી જિલ્લાનાં આજે ભારે વરસાદને કારણે વીજ તંત્રની કામગીરી ખોરવાઈ છે. જિલ્લાના 24 ગામોમાં અંધારપટ્ટ છવાયો છે. આ સાથે અન્ય 16 ઔદ્યોગિક ફીડર પણ બંધ થતાં ઉદ્યોગોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે રાત્રીથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. જેને કારણે પીજીવીસીએલને પણ અસર પહોંચી છે. વીજ વિક્ષેપની ઢગલાબંધ ફરિયાદો વચ્ચે વીજકર્મીઓ ફિલ્ડમાં સતત દોડધામ કરી રહ્યા છે. સાંજે 7 વાગ્યાની સ્થિતિએ જિલ્લાના કુલ 24 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. આ સાથે લાલપર અર્બન ફીડર બંધ થતાં ભડિયાદના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.આ સાથે 12 જ્યોતીગ્રામ અને 54 એગ્રી કલચર ફીડર બંધ થઈ ગયા છે. ઉપરાંત 16 ઔદ્યોગિક ફીડર બંધ થવાથી સેંકડો ફેકટરીઓના કામકાજને અસર પહોંચી છે. આ સાથે પવન અને વરસાદને કારણે 19 વીજપોલ ધરાશાયી થયા છે. સાથે એક ટીસી પણ ખોટવાયુ હોવાનું પીજીવીસીએલની મોરબી વર્તુળ કચેરીએ જાહેર કર્યું છે.