મોરબી : મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં ૪મા જીલ્લા સેવા સદન કલેકટર કચેરી નજીક સંત શ્રી વેલનાથ ચોક ખાતે આવેલ હાઇ માસ્ટ લાઇટ ટાવર થોડા દિવસથી બંધ હાલતમાં હતી. તેની રજૂઆત સ્થાનિક આગેવાનો દ્વારા ડેપ્યુટી કમિશનર સોનીને રજુઆત કરતા તેઓએ સ્ટાફને સૂચના આપી હતી. જેને પગલે આ લાઇટ ચાલુ થઈ ગઈ હોય, સ્થાનિકોએ મહાપાલિકાનો આભાર વ્યક્ત કર્યો છે.