મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ : વાંકાનેર અને માળિયામાં પણ ઝરમર મોરબી : મોરબી જિલ્લામાં રાત્રીના સમયે વરસાદી માહોલ જામ્યો છે. દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં માત્ર છાંટા જ પડ્યા હતા. તેવામાં રાત્રીના જોરદાર ઝાપટા પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મોરબી શહેરમાં ગઈકાલે રાત્રે એક ઝાપટું પડ્યા બાદ આજે સાંજથી છાંટા ચાલુ હતું. તેવામાં રાત્રીના 10:30 વાગ્યાના અરસામાં અંદાજે પંદરેક મિનિટનું જોરદાર ઝાપટું વરસ્યું છે. નાની વાવડી, નીચી માંડલ, ઉંચી માંડલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ રીતે વરસાદી વાતાવરણ જામ્યું છે. બીજી તરફ વાંકાનેરમાં પણ સાંજથી ઝરમર વરસાદ ચાલુ છે. જ્યારે માળિયા મિયાણા પંથકમાં પણ રાત્રીના ઝાપટા શરૂ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.