સુરેન્દ્રનગર : શ્રી ઝાલાવાડ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મંડળ- સુરેન્દ્રનગર દ્વારા આગામી તારીખ 18 જૂનના રોજ દ્વારકા સ્થિત ભગવાન દ્વારકાધિશના મંદિર પર બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવશે.ધ્વજારોહણ નિમિત્તે 17 જૂનના રોજ સાંજે 5-30 થી 7-30 સુધી ધ્વજાજીનું પૂજન થશે. 18 જૂનના રોજ સવારે 7-30 થી 9 વાગ્યા સુધી ધ્વજાજીની શોભાયાત્રા નીકળશે અને 9-15 કલાકે દ્વારકાધિશના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારબાદ સવારે 10-30 થી 11-30 સુધી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. ધ્વજારોહણ નિમિત્તે 17 જૂનના રોજ રાત્રે 9 થી 12 વાગ્યા સુધી ભજન સંતવાણીનું આયોજન કરાયું છે. જેમાં લોક સાહિત્યકાર અનોપસિંહ વાઘેલા, હાસ્ય કલાકાર હિતેષભાઈ અંટાળા, લોક સાહિત્યકાર સાગર પ્રજાપતિ અને ભજનીક આશિષ પ્રજાપતિ ઉપસ્થિત રહેશે. આ તમામ કાર્યક્રમ દ્વારકા ગોમતીઘાટ રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરે યોજાશે.