મોરબી : મોરબી જિલ્લામાં શનિવારના રોજ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે મોરબી PGVCLને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. અનેક જગ્યાએ થાંભલા પડી ગયા હતા અને અન્ય નુકસાની પણ થઈ છે. મોરબી PGVCL દ્વારા મળતી માહિતી પ્રમાણે 14 જૂન ને શનિવારે સાંજે કડાકા ભડાકા અને ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે વાંકાનેરમાં બે ટ્રાન્સફોર્મર વીજળી પડવાથી બળી ગયા હતા. આ ઉપરાંત અંદાજે 15 જેટલા વીજળીની થાંભલા પડી ગયા હતા. 100 જેટલી 11 કેવીની પીન ઈન્સ્યુલેટર બદલાવી પડી હતી. આમ અંદાજે દોઢ લાખ જેટલી નુકસાની મોરબી PGVCLને ભોગવવી પડી હતી.