અગાઉ ત્રણ શખ્સોની ધરપકડ થઈ હતી : પકડાયેલો ચોથો આરોપી બેન્ક એકાઉન્ટ ફ્રોડ માટે લઈ આપતો અને બદલામાં ફ્રોડની રકમમાંથી 2 ટકા કમિશન લેતો હોવાનું ખુલ્યુંમોરબી : મોરબીના વેપારી સાથે ક્રીપ્ટો કરન્સીમાં રોકાણના નામે રૂપિયા 1.51 કરોડની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડીના બનાવમાં સાયબર ક્રાઈમ પોલીસે અગાઉ ત્રણ શખ્સોને પકડી લીધા બાદ વધુ એક શખ્સને વડોદરા જિલ્લામાંથી પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા અને શક્તિ ચેમ્બરમાં સીમકો સેલ્સ એજન્સીના નામે વેપાર કરતા નૈમિશ કનૈયાલાલ પંડિત નામના વેપારીએ બે અલગ અલગ વોટ્સએપ મોબાઈલ નંબર ધારક તેમજ અન્ય સાત બેન્ક એકાઉન્ટ ધારક સહિત નવ આરોપીઓ વિરુદ્ધ યુએસડી ક્રીપ્ટો કરન્સીમા રોકાણ કરવા લોભામણી લાલચ આપી 1,51,02,500 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરાવી લઈ આજદિન સુધી પરત નહિ આપતા છેતરપિંડી કરતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ કે.કે.દરબાર અને તેમની ટીમે અગાઉ રાકેશ સોલંકી, રાકેશ રાઠવા રહે.હાલોલ અને ગોધરાના અરવિંદ પરમાર નામના શખ્સને પકડી લીધા હતા. બાદમાં બેંક ટ્રાન્ઝેક્શનોને એનેલાઇઝ કરતા એક ટ્રાન્ઝેકશન પંચમહાલ જીલ્લાનું હોવાનું જાણવા મળેલ હતું. જેના આધારે જે અકાઉન્ટ ને ઓપરેટ કરવા માટે અલગ-અલગ રાજયમાં મોકવામાં આવતા હતા. જેમાં એકાઉન્ટ ધારક તથા એકાઉન્ટની કીટ ગુજરાત ના વડોદરા જીલ્લાના વિપુલ ભિગુનાથ ઠાકુર નામના વ્યકિત દ્વારા અલગ-અલગ રાજ્યના મુખ્ય સુત્રધાર સુધી લઇ જઇ સાથે મળીને ફ્રોડ કરવામાં આવતું હતું તેવું જાણવા મળ્યું હતું. જેથી તેની ધરપકડ કરવામાં આવી છે. આ વિપુલ ઠાકુર નામનો આરોપી રાજ્યના અલગ-અલગ જીલ્લામાંથી કમિશન પેટે એકાઉન્ટ મેળવી ભારતના અન્ય રાજ્યના મુખ્ય સુત્રધારને પોહચાડી મુખ્ય સુત્રધાર સાથે મળી ફ્રોડ આચરતો હતો અને આ કામ બદલ એકાઉન્ટમાં જેટલા રૂપિયા આવે તેના ર% કમિશન મેળવતો હતો તેમજ આરોપી આ કામ આશરે બે વર્ષથી કરતો હોવાનું ખુલ્યું છે.આ કામગીરીમાં સાયબર ક્રાઇમના પીઆઇ કે.કે.દરબાર, ASI રજનીકાંતભાઇ ડી. કૈલા, સંજયકુમાર ધનશ્યામભાઈ પટેલ, હેડ કોન્સ. મહિપલસિંહ જી.વાળા, કોન્સ. મનોજભાઇ ટી.લકમ સહિતના રોકાયેલ હતા.