મોરબી : મોરબીની ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા હંમેશા સામાન્ય પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય અને વંચિત પરિવારને તથા ગંગા સ્વરૂપ બહેનો અને તેમની દીકરીઓને પગભર કરવા માટે નવ જેટલા સિવણ કેન્દ્રો તેમજ ત્રણ જેટલા બ્યુટી પાર્લર કેન્દ્રો ચલાવવામાં આવે છે તેના ભાગરૂપે ગ્રીનચોક પાસે આવેલા કુબેરનાથ મંદિરની બાજુમાં લુહાર શેરીમાં આ કેન્દ્રના સંચાલિકા જાગૃતિબેન પરમારને ત્યાં લાભાર્થી બહેનોને સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં દેવકરણભાઈ આદ્રોજા અને શારદાબેન આદ્રોજાના માર્ગદર્શન હેઠળ તેમજ ગંગા સ્વરૂપ સહાય સમિતિના કારોબારી સભ્ય ત્રિભોવનભાઈ સી ફુલતરિયા અનસ્ટોપેબલ ગૃપના હેતલબેન પટેલ, રેખાબેન પટેલ તથા સિદસર ઉમિયા મહિલા સમિતિના સુકેતાબેન સાપરિયા, ઈન્દુબેન ફળદુ કાજલબેન આદ્રોજાના હસ્તે આ કેન્દ્રની લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ આપવામાં આવ્યા. આ સેવાકીય કાર્યમાં લાભાર્થી બહેનો પોતે પગભર બની તથા કુટુંબ અને સમાજ માટે ઉપયોગી થાય તેવી ભાવના સાથે સમિતિના સભ્યો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમના અંતે આભારવિધિ સંચાલિકા જાગૃતિબેન પરમારે કરી લાભાર્થી બહેનો આ સેવાકીય પ્રવૃતિઓ એકબીજા સાથે સાંકળરૂપ બની સમાજ ઉપયોગી થાય તેવી ભાવના ઉજાગર કરે તેવુ કારોબારી સભ્ય ત્રિભોવનભાઈ સી. ફુલતરિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.