નેરોગેજ ટ્રેક ઉપર દોડતું આ જુનવાણી એન્જીન એલઇ કોલેજ કેમ્પસના કચરામાં : 1950ના સમયના એન્જીનનું રિસ્ટોરેશન કરાઈ તો યાદગાર સંભારણું બની રહેમોરબી : મોરબીમાં ઐતિહાસીક વારસો તંત્રવાહકોની લાપરવાહીને કારણે ધૂળ ખાઈ રહી છે. જેમાં તાજેતરમાં એક યુદ્ધ ટેન્ક ધૂળ ખાઈ રહ્યું હોવાનું સામે આવ્યા બાદ મોરબીની એલઇ એન્જીનીયરીંગ કોલેજ કેમ્પસમા ઐતિહાસિક 75 વર્ષ જૂનું નેરોગેજ સ્ટીમ એન્જીન ધૂળ ખાઈ રહ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. જો આ ઐતિહાસિક રેલવે એન્જીનને રિસ્ટોર કરી કોઈ જાહેર સ્થળે રાખવામાં આવે તો ઐતિહાસિક વારસો જાળવવાની સાથે આવનારી પેઢી જૂની યાદોથી વાકેફ થઈ શકે.મોરબી શહેરમાં આવેલ ઐતિહાસિક લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજે દેશને અનેક તજજ્ઞ ઇજનેરો ભેટ આપ્યા છે.એલઇ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 60 - 70ના દશકમાં રેલવે વિભાગ દ્વારા એક નેરોગેજ સ્ટીમ એન્જીન આપવામાં આવ્યું હતું. આ એન્જીન અને હિટ પાવર લેબ થકી અનેક ઇજનેરોએ પ્રત્યક્ષ ટેક્નિકલ જ્ઞાન પણ મેળવ્યું હતું. જો કે, બીજી તરફ સમય જતાં આ ઐતિહાસિક રેલવે એન્જીન નકામું બની ગયાનું માની હાલમાં એલઇ કોલેજ કેમ્પસના સ્ટાફ કવાટર્સમાં ધકેલી દેવામાં આવ્યું હોય આ એન્જીન હાલમાં ધૂળ ખાઈ રહ્યું છે.રેલવે એન્જીન અંગે તપાસ કરાશે : રેલવે અધિકારીમોરબીના એલઇ કોલેજ કેમ્પસ ખાતે હાલમાં ધૂળ ખાતી હાલતમાં પડેલ એન્જીન અંગે મોરબી રેલવે વિભાગના અધિકારીનો સંપર્ક કરતા તેઓ પાસે જાણકારી ન હોવાનું જણાવ્યું હતું.બીજી તરફ વાંકાનેર રેલવે સ્ટેશનના અધિકારી ધર્મેન્દ્રકુમારનો સંપર્ક કરતા આ બાબતે તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.મોરબી - ઘાટીલા - ટંકારા રૂટ વચ્ચે દોડતું હતુંમોરબીની એલઇ કોલેજમાં જ ભણેલા અને અહીં જ મિકેનિકલ એન્જીનિયર વિભાગમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવી નિવૃત થયેલા બી.બી.આગોલાએ જણાવ્યું હતું કે, આ રેલવે એન્જીન 1950ના અરસાનું છે.આ એન્જીન મોરબી - ઘાટીલા અને મોરબી - ટંકારા ટ્રેક ઉપર દોડતું હતું.તેમને જણાવ્યું હતું કે 1960ના દશકમાં ઇજનેરી અભ્યાસ માટે આ એન્જીન દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન કોલેજમા આપવામાં આવતું હતું.1979 સુધી વિદ્યાર્થીઓ આ એન્જીનનો અભ્યાસ કરતા હતા. જો કે વર્કશોપ અને હિટ પાવર લેબ કોલેજમાં સીફ્ટ થતાં આ એન્જીન એમનું એમ પડ્યું છે. જો આ એન્જીનને રિસ્ટોર કરી કલરકામ કરી યોગ્ય મરામત કરવામાં આવે તો આવનારી પેઢીને પણ આ નજરાણું જોવા મળી શકે.અયોધ્યાપુરી રોડ પર પણ હતું રેલવે સ્ટેશનમોરબીની એલઇ કોલેજના મિકેનિકલ વિભાગના નિવૃત હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બી.બી.આગોલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે જે સમયે આ એન્જીન ચાલુ હતું ત્યારે આ એન્જીન મોરબી - ઘાટીલા અને મોરબી ટંકારા રૂટ ઉપર દોડતું હતું. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના મહોત્સવ સમયે મોરબીના અયોધ્યાપુરી રોડ પર પણ રેલવે સ્ટેશન હોય અનેક મુસાફરો આ ટ્રેનમાં મુસાફરી કરતા હતા.એલઇ કોલેજના વિદ્યાર્થીઓએ એન્જીનમાંથી પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું છેરેલવે વિભાગમાં આઉટ ઓફ ડૅટ બની ગયેલ નેરોગેજ એન્જીન મોરબીની એલઇ કોલેજને ભેટમાં મળ્યા બાદ 1979 સુધી આ સ્ટીમ એન્જીનનો પ્રત્યક્ષ અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ મહત્વની જાણકારી મેળવી હોવાનું પણ નિવૃત પ્રોફેસર આગોલાએ જણાવ્યું હતું.