નવી લહેરમાં કુલ 19 કેસ નોંધાયા, જેમાંથી 10 રિકવર થતા હાલ 9 એક્ટિવ કેસમોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસો આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં કોરોનાના નવા ત્રણ કેસ સામે આવ્યા છે. મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસો નોંધાઇ રહ્યા છે. જો કે રાહતની વાત એ છે કે સામે રિકવરી રેટ પણ સારો છે. નવી લહેરમાં અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 19 કેસો સામે આવ્યા છે. જેમાંથી 10 દર્દીઓ રિકવર થઈ ગયા છે. જેથી હવે જિલ્લામાં કોરોનાના 9 કેસો જ એક્ટિવ છે. તેમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.