મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 16 જૂન ને સોમવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર, મગ, મેથી, ચણા, એરંડા, ગુવાર બી, કાળા તલ, તુવેર અને રાયડો તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 590 ક્વિન્ટલ એટલે કે 2950 મણ તલની આવક થઈ છે. તલના સૌથી ઉંચા ભાવ આજે 1820 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 441 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ભાવ 511 રૂપિયા સુધી બોલાયા છે. તો મગફળીના 940, જીરુંના 3600, બાજરાના 535, જુવારના 760, મગના 1285, મેથીના 901, ચણાના 1068, એરંડાના 1254, ગુવાર બીના 956, કાળા તલના 2476, તુવેરના 1190 અને રાયડાના 1104 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 700 રૂપિયા, રીંગણાના 600 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 700 રૂપિયા, કોબીજના 260 રૂપિયા, કાકડીના 700 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 260 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.