મોરબી : કચ્છ-સૌરાષ્ટ્રને જોડતા સુરજબારી પુલ પાસે બે ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે ટ્રાફિક પીએસઆઈ ડી.બી.ઠક્કરે જણાવ્યું કે માળિયા પોલીસ, મોરબી ટ્રાફિક પોલીસ અને નેશનલ હાઇવેની ટીમે ત્યાં જઈ ટ્રાફિક ક્લિયર કરાવવાનું શરૂ કરી દીધું છે. બીજી તરફ વાહન ચાલકોના જણાવ્યા અનુસાર અંદાજે 15 કિમિ લાંબો ટ્રાફિક જામ થયો છે. કલાકોથી સર્જાયેલા આ ટ્રાફિકજામને કારણે વાહનચાલકો અકળાઈ ઉઠ્યા છે.