અમને પૂછ્યા વગર જમીન લેવલિંગ કરાવતો નહિ કહી ઢોર માર માર્યોવાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામે ખરીદેલી જમીન લેવલિંગ કરી રહેલા મોરબીના ખેડૂત યુવાન ઉપર પલાસ ગામના ચાર શખ્સોએ કારણ વગર હુમલો કરી ઢોર માર મારતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા મૂળ લુણસર ગામના વતની રમેશચંદ્ર શંકરલાલ વસિયાણી ઉ.40 નામના યુવાને આરોપી હીરાભાઈ સંગ્રામભાઈ ગમારા, મેરાભાઈ સાંમતભાઈ ગમારા, નાનુભાઈ ધારાભાઈ ગમારા તેમજ એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.12ના રોજ તેઓએ લુણસર ગામની ધોળાકુવા સીમમાં પાંચ વિધા જમીન ખરીદી હોય જમીન લેવલિંગ કરાવતા હતા ત્યારે ચારેય આરોપીઓ તેમની જમીનમાં આવી કહ્યું હતું કે, અહીં કેમ ખોદકામ કરો છો ? અમને પૂછ્યા વગર અહીં જમીન લેવલ ન કરતા નહીં તો જાનથી મારી નાખીશું કહી બેફામ માર માર્યો હતો.બનાવ અંગે રમેશચંદ્રની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે ચારેય વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.