26-27 જૂને ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજનહળવદ : હળવદના કુંભાર દરવાજા બહાર નૂતન શ્રી બાબા રામદેવપીર મંદિરનું નિર્માણ કરાયું છે. ત્યારે આ નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ભવ્યાતિભવ્ય રીતે આગામી તારીખ 26 અને 27 જૂનના રોજ ઉજવાશે. જેમાં રામેશ્વર મહાદેવની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે તથા રામદેવપીર મહારાજ, હરભુજી મહારાજ, બહેન શગુણા, લાલ ભાણેજ તથા બાપા સીતારામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.26 જૂનના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સવારે 8 કલાકે ગણેશ સ્થાપન, ગ્રહશાંતિ હવન, સવારે 10-30 કલાકે વાસ્તુપૂજન/હવન, 11 કલાકે જળયાત્રા, બપોરે 2 કલાકે નગરયાત્રા નીકળશે જેમાં લાઈવ ડીજે સાથે કલાકાર મોતીભાઈ ભરવાડ, શિતલબેન રાજપૂત અને સેજલબેન શોભાવત હાજરી આપશે. સાંજે 7 કલાકે ધાન્યાવાસ-રાતવાસ જેવા કાર્યક્રમો યોજાશે. 26 જૂનના રોજ રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં કલાકાર તરીકે વાલભા ગઢવી-ગીર અને ઈશ્વરભાઈ ભલાણી ભજનની રમઝટ બોલાવશે. સમગ્ર વિધિ શાસ્ત્રી કિશોર મહારાજ (હળવદ) દ્વારા કરાવવામાં આવશે.27 જૂનના રોજ સવારે 9-30 કલાકે સંતોના સામૈયા થશે. 10-15 કલાકે દેવસ્થાપન-સ્નાનયાન-ન્યાસ-હવન થશે. ત્યારબાદ સવારે 10-15 કલાકે પ્રતિષ્ઠા થશે. 10-30 કલાકે ધ્વજા-કળશ ચડાવવામાં આવશે ત્યારબાદ 10-30 કલાકે આરતી થશે. 11 કલાકે અન્નકોટ-દીપમાળા અને બપોરે 11 કલાકે બ્રાહ્મણની ભોજનશાળા ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. ત્યારબાદ બપોરે 3-30 કલાકે પૂર્ણાહૂતિ થશે. તો સર્વે ધર્મ પ્રેમી જનતાનો દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા કુંભાર દરવાજા રામામંડળ-હળવદ, વોર્ડ નંબર 1ના તમામ સર્વે સમાજ તથા ખોડિયાર ગરબી મંડળ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.