શ્રી જડેશ્વર મહાદેવ ખાતે સવારે 9.30 થી 12.30 દરમિયાન વિતરણ થશેમોરબી : શ્રી સનાતન યુવા ગ્રુપ -મોરબી દ્વારા પ્રવર્તનમાન વર્ષે સનાતની સમાજના ધો-5 થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણનું આયોજન તા.15-06-2025 ને રવિવાર ના રોજ સવારે 9.30 થી 12.30 દરમિયાન શ્રી જડેશ્વર મહાદેવ મંદિર, રેલવે સ્ટેશન રોડ મોરબી ખાતે કરવામાં આવ્યું છે. ફુલસ્કેપ ચોપડા મેળવવા માટે વિદ્યાર્થીઓએ વર્ષ 2025 ની માર્કશીટની ઝેરોક્ષ મોબાઈલ નંબર લખીને લાવવાની રહેશે. વર્ષ 2025ની જ માર્કશીટ માન્ય ગણાશે. તેમજ જે વિદ્યાર્થીઓને ઓરીજીનલ માર્કશીટ ન આવેલ હોય તેમણે ઓનલાઈન માર્કશીટની પ્રિન્ટ અને તેમા મોબાઈલ નંબર લખીને લાવવાનું રહેશે. ચોપડા વહેલા તે પહેલા ના ધોરણે સ્ટોક હશે ત્યાં સુધીજ મળશે