મોરબી : રાજકોટમાં આજે સાંજના સુમારે વીજળીના ભયાનક કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બપોરે અસહ્ય ઉકળાટ બાદ સાંજે ઓચિંતું વાતાવરણ પલટયું હતું અને મેઘરાજાએ હેત વરસાવાનું શરૂ કરી દીધું છે.