મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 14 જૂન ને શનિવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, જીરું, તુવેર, બાજરો, સફેદ ચણા, સીંગફાડા, ચણા, ગુવાર બી, અને રાયડો તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 656 ક્વિન્ટલ એટલે કે 3280 મણ તલની આવક થઈ છે. તલના સૌથી ઉંચા ભાવ આજે 1830 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 556 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ભાવ 523 રૂપિયા સુધી બોલાયા છે. તો કપાસના 1450, મગફળીના 1038, જીરુંના 3830, તુવેરના 1172, બાજરાના 552, સફેદ ચણાના 1592, સીંગફાડાના 1311, ચણાના 1070, ગુવાર બીના 980 અને રાયડાના 1102 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 700 રૂપિયા, રીંગણાના 600 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 700 રૂપિયા, કોબીજના 260 રૂપિયા, કાકડીના 700 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.