મોરબી : ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ મોરબી તાલુકાનું ફાટસર ગામ બિનહરીફ થયું છે. સરપંચ અને સભ્ય પદના તમામ ઉમેદવારો બિનહરીફ થયા છે. ફાટસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર ચંદુલાલ આંબાલાલભાઈ પરમાર બિનહરીફ થયા છે. સાથે જ પંચાયતની આખી બોડીના સભ્યો શૈલેષ રતિલાલ પરમાર, જયપાલસિંહ રઘુવિરસિંહ જાડેજા, દિલીપભાઈ રતિલાલ ગજિયા, સિદ્રજસિંહ દિલુભા જાડેજા, સરોજબેન ભીમજીભાઈ રાઠોડ, કાશ્મીરાબેન ચેતનભાઈ રાઠોડ, દક્ષાબેન નિર્મલભાઈ રાઠોડ અને ધર્મિષ્ઠબેન દેવરાજભાઈ જાડેજા પણ બિનહરીફ થયા છે. ત્યારે સરપંચ અને તમામ સભ્યોને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા છે.