વિધિવત ચોમાસા માટે તમામ લાયક પરીબળો એક્ટિવ, આગામી 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થશેટંકારા : હવે ચોમાસુ આગળ વધવા માટે તમામ પરીબળો પરફેક્ટ બન્યા છે.આજે 14 જુન શનિવાર થી 48 કલાક માં ચોમાસુ ગુજરાતમાં વિધિવત એન્ટ્રી થશે. અને આવતા અઠવાડિયે મેઘરાજા મોરબી પંથકમાં પણ મન મુકીને વરસશે. તેવી ટંકારાના નાના ખીજડિયાના હવામાન નિષ્ણાંત રમેશભાઈ બસિયાએ આગાહી કરી છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે હાલ અપર એર સર્કયુલેશન યુએસી મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં છે તેનો ટ્રફ ઓડિસા સુધી લંબાઈ છે અને બિજુ અપર એર સર્કયુલેશન યુએસી રાજસ્થાન ઉપર છે આ પરિબળોને લીધે સૌરાષ્ટ કચ્છ અને ગુજરાતમાં મીડલેવલમાં ભેજ વધશે. જેનાં કારણે આજથી આગામી 20 જુન સુધીમાં વરસાદનો ફાયદાકારક રાઉન્ડ આવશે. સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડશે. 20 જુન સુધીમાં ચોમાસુ સૌરાષ્ટ્ર અને કચ્છને પણ આવરી લે તેવી શકયતા છે. સૌરાષ્ટ કચ્છ અને ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થાય તેવી પ્રબળ શક્યતા હોવાનું હવામાન નિષ્ણાત રમેશ બસીયા (નાના ખીજડીયા ) એ જણાવ્યું હતું.