હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે માથક ગામે આરોપી આકાશ દિનેશભાઇ પાટડીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા મકાનમાંથી વિદેશી દારૂની 180 મીલીની આઠ બોટલ કિંમત રૂપિયા 960 તેમજ 30 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 6000 મળી આવ્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા આરોપી આકાશને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.