મોરબી : મૂળ આમરણ વતની અને સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજના આગેવાન તથા પાલિકાના પૂર્વ પ્રમુખ ભગવાનદાસ પાંચોટિયાની બીજી પુણ્યતિથિ તેમજ વિશ્વ રક્ત દિવસની ઉજવણી નિમિત્તે નવસારી ખાતે આવેલા સૌરાષ્ટ્ર કડવા પટેલ વાડીમાં રક્તદાન શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નવસારી ચેમ્બર પ્રમુખ રાજેન્દ્ર દેરાસરિયા, નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન પ્રમુખ જગમાલભાઇ દેસાઈ તથા જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં ભગવાનદાસ પાંચોટિયાની પુત્ર બેલડી મહેન્દ્ર પાંચોટિયા, રાકેશ પાંચોટિયા અને વરિષ્ઠ આગેવાન કાંતિભાઈ પાંચોટિયા દ્વારા આવકાર અને સમગ્ર 100 જેટલા રક્ત દાતાઓનું અભિવાદન થયું હતું.