મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં ઇંટના ભઠ્ઠાની ઓરડીમાં છપાવેલો 579 બોટલ ઈંગ્લીશ દારૂ તાલુકા પોલીસે ઝડપી લઈ એક શખ્સ સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસને બાતમી મળેલ કે, પીપળી ગામની સીમમાં કેરામીકા કારખાના સામે સવજીભાઇ વાલજીભાઇ સોલંકી રહે. મોરબીવાળાના ઈંટના ભઠ્ઠાની ઓરડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ થાય છે. જેના આધારે દરોડો પાડી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ-૫૭૯ ફૂલ કિ.રૂ.૧,૫૬,૮૭૬નો જથ્થો પકડી લેવામાં આવ્યો છે.આ સાથે સવજીભાઇ વાલજીભાઈ સોલંકી રહે. મોરબી સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઇ એચ. કે. ચારેલ, પીએસઆઈ એસ.એચ.ભટ્ટ, એએસઆઇ ભુપતસિંહ પરમાર, હેડ કોન્સ. એ.પી. જાડેજા, મહાવીરસિંહ પરમાર, દેવશીભાઇ મોરી, અરજણભાઇ ગરીયા, પોલીસ કોન્સ. રમેશભાઈ મુંધવા, ફુલદીપભાઇ કાનગડ, અરવિંદભાઈ મકવાણા, શકતિસિંહ જાડેજા, ભગીરથભાઈ લોખીલ, મહેન્દ્રસિંહ ચુડાસમા, કેતનભાઇ અજાણા, સિધ્ધરાજભાઈ લોખીલ, વિજયભાઇ ડાંગર, રામદેવસિંહ જાડેજા, પંકજભાઇ સેવાર, અર્જુનસિંહ પરમાર રોકાયેલ હતા.