મોરબી : મોરબીના સોખડા નજીક પરપ્રાંતિય યુવાનની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સોખડા નજીક રેડીકો ફેક્ટરીમાં ગબર અહિરવાલ ઉ.વ.27 નામના પરપ્રાંતીય યુવાનની હત્યા થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રેમ પ્રકરણમાં એક શખ્સે પથ્થર જેવો બોથડ પદાર્થ ઝીંકીને યુવાનની હત્યા નિપજાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતદેહને પીએમ અર્થે ખસેડી હાલ પોલીસે આગળની તપાસ ચલાવી છે.