મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપરથી મોરબી તાલુકા પોલીસે કારમાં રૂ.1.34 લાખનો વિદેશી દારૂનો જથ્થો લઈને જતા બે શખ્સોને પકડી લઈ તેની સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસને બાતમી મળેલ કે, હળવદ બાજુથી GJ-08-CM-2731 નંબરની કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી જુના ઘુંટુ રોડ થઈ મોરબી તરફ આવનાર છે. જેના આધારે પોલીસે જુના ઘુંટુ રોડ ઉપર ફલાવર સીરામીક સામે વોચ ગોઠવી આ કારને અટકાવતા તેમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૯૯ કિ.રૂ.૧,૩૪,૨૦૦/-નો જથ્થો મળી આવતા કાર સવાર બે શખ્સો પૃથ્વીરાજસિંહ ખોડુભા ઝાલા ઉવ-૩૪ રહે. મોરબી સેવાસદન રોટરીનગર અને સુરેશભાઈ ભુપતભાઈ રાઠોડ ઉવ-૩૮ રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી વેજીટેબલ રોડ મોરબીવાળાની દારૂ તથા કાર મળી રૂ..૪,૩૪,૨૦૦/-ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો માલ તેમને મુબારકભાઈ અભ્યાસભાઇ સંધિ રહે. માજી સૈનીક સોસાયટી, ધ્રાંગધ્રા વાળાએ આપ્યો હોવાનું ખુલ્યું છે. આ કામગીરીમાં પીઆઇ એસ.કે.ચારેલ, પીએસઆઈ એસ.એચ.ભટ્ટ સહિતના રોકાયેલ હતા.