મોરબી : મોરબી અને ટંકારા પોલીસે વરલી મટકાના જુગાર અંગે બે અલગ અલગ દરોડા પાડી બે શખ્સને વરલીના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લીધા હતા. જેમાં પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે બેલા રંગપર નજીકથી આરોપી ફારૂક મહેબૂબભાઈ કુરેશી રહે.સિયારામ સિરામિક પાછળ મોરબી વાળાને વરલીના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ વરલીનું સાહિત્ય અને રૂ.500 રોકડા કબ્જે કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં ટંકારા પોલીસે ઊગમણા નાકા સ્મશાન પાસે જાહેરમાં આંકડા મીંડીનો જુગાર રમાડી રહેલા આરોપી નવઘણ દાદુભાઈ ચૌહાણ ઉ.22 રહે.આશાબા સોસાયટી, કલ્યાણપર રોડ નામના શખ્સને રોકડા રૂપિયા 300 અને વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.