www.parivahan.gov.in/fancy ઉપર ઓનલાઈન અરજી કરી શકાશેમોરબી : મોરબીના ટ્રાન્સપોર્ટ વાહનો માટે ‘GJ36 X’ અને ‘GJ36 V’ સિરીઝના નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા તારીખ 18 જૂન થી શરૂ થનાર છે. તા. 18 જૂન થી તા. 20 જૂન સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. 20 જૂન થી તા.22 જૂન સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.22 જૂન ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.બાકી રકમનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી 2 દિવસમાં વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે.