અમદાવાદ : અમદાવાદ ખાતે ગઈકાલે થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ વિમાનમાં સવાર ભોગ બનનાર યાત્રિકોના પરિવારજનો ચિંતિત છે. ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ દુર્ઘટનામાં ભોગ બનેલા યાત્રિકોના સગા-સંબંધીઓ માટે સર્કિટ હાઉસ તેમજ અન્ય સ્થળોએ રહેવાની તથા સિવિલ હોસ્પિટલથી અલગ અલગ સ્થળોએ પહોંચવા વાહન વ્યવહારની સુવિધા કરી છે.જે યાત્રિકોના પરિવારજનો અથવા સંબંધીઓ આ દુર્ઘટનાના સંબંધમાં અમદાવાદ આવ્યા હોય અને તેમને રહેઠાણની અથવા વાહન વ્યવહારની જરૂરિયાત હોય તો કંટ્રોલ રૂમ ફોન નં. 079-23251900 અથવા કંટ્રોલ રૂમ મોબાઈલ નંબર 9978405304 અથવા કૃણાલભાઈ પટેલ (માર્ગ અને મકાન વિભાગ) મો.નં. 9429610137 પર સંપર્ક કરવા જણાવાયું છે.