પોલીસે વિદેશી દારૂના 657 ચપલા સહિત 6.68 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો : માધાપરમાં રહેણાંકમાંથી દારૂની એક બોટલ ઝડપાઇમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડા પાડી વિદેશી દારૂ ઝડપી લીધો હતો જેમા કાયાજી પ્લોટમાં સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂના 657 ચપલા તેમજ માધાપરમાં રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની 750 મીલીની એક બોટલ કબ્જે કરી હતી. જો કે, બન્ને દરોડામાં આરોપી પોલીસને હાથ લાગ્યા ન હતા.મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાયાજી પ્લોટ શેરી નંબર 5મા બાતમીને આધારે દરોડો પાડી જીજે - 13 - એનએન - 5006 નંબરની સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની 180 મીલી માપની અલગ અલગ બ્રાન્ડની 657 બોટલ કિંમત રૂપિયા 2,68,380 તેમજ ચાર લાખની સ્વીફ્ટ કાર સહિત 6,68,380નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી શાહરુખ ઇકબાલભાઈ બુચડ હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો. જ્યારે બીજા દરોડામાં માધાપર શેરી નંબર 21મા આરોપી દસરથસિંહ વનરાજસિંહ ઝાલાના રહેણાંકમાં દરોડો પાડી પોલીસે વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 979 કબ્જે કરી આરોપી હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી ગુન્હો દાખલ કર્યો હતો.