મોરબી : મોરબી મહાનગરપાલિકાના સિવિલ અને સિટી બ્યૂટીફિકેશન શાખા દ્વારા જણાવાયું છે કે, મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નેશનલ હાઈવેથી શોભેશ્વર મંદિર (શોભેશ્વર રોડ) ડામર રોડ રિસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ રોડ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો પસાર થતાં હોય છે ત્યારે ડામર રોડ રિસર્ફેસિંગની કામગીરી પૂર્ણ થઈ જતાં વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.