મોરબી : મોરબી શહેર પેટા -2 વિભાગ હેઠળ આવતીકાલ તા. 14-6-2025 શનિવારના રોજ મેઇન્ટનન્સની કામગીરી હોવાથી સવારે 6:30 થી 1:30 કલાક દરમ્યાન વીજપુરવઠો બંધ રહેશે. જેમાં સીટી ફીડર વિસ્તારો જેવા કે, મોલાઈ રાજ દરગાહ, શક્તિ ચોક, મોચીશેરી, ભરવાડ શેરી, કુબેરનાથ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, પરા બજાર, લોહાણા પરા, ભવાની ચોક, લખધિરવાસ, પોલીસ લાઈન, નહેરુ ગેટ થી ગ્રીન ચોક, સુધી નો વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.