વાંકાનેર : વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ ઉપરથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપી જીગ્નેશ ઘનશ્યામભાઈ મકવાણા ઉ.23 રહે.પંચાસર રોડ, નવાપરા વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.