ઓટો અને મેન્યુઅલ બન્ને એકમોના ઉદ્યોગકારોની બેઠક મળી : લાંબી ઉધારી બંધ કરવાની સમગ્ર ઝુંબેશને ઓપરેશન સિલક નામ અપાયુંમોરબી : પૈસા બાકી હોય તો માલ નહિ મળે તેવા તેવા ઓટો પેકેજીંગ એકમોના નિર્ણયમાં મેન્યુઅલ એકમોએ પણ સાથ પુરાવ્યો છે. બન્ને એકમોએ લાંબી ઉધારી બંધ કરવાની સમગ્ર ઝુંબેશને ઓપરેશન સિલક નામ આપ્યું છે.મોરબીમાં પેકેજિંગના 47 જેટલા ઓટો એકમો કાર્યરત છે. જ્યારે 100 જેટલા મેન્યુઅલ એકમો કાર્યરત છે. આ બન્ને એકમોના ઉદ્યોગકારોની આવકાર હોટેલ ખાતે ગઈકાલે બેઠક મળી હતી. અગાઉ ઓટો એકમોએ બાકી પૈસા હોય તેવી ફેક્ટરીઓને માલ ન આપવાનો જે નિર્ણય લીધો હતો. આ બેઠકમાં તમામ મેન્યુઅલ એકમોએ તે નિર્ણયને સમર્થન જાહેર કર્યું હતું. ઓટો એકમોના પ્રમુખ પાર્થભાઈ તથા હાર્દિકભાઈ, દલસુખભાઈ, પિયુષભાઈ, પ્રકાશભાઈ, રાજુભાઈ, મેહુલભાઈ, ભાવેશભાઈ તેમજ મેન્યુઅલ એકમોના જયેશભાઈ, જયદીપભાઈ, પ્રતીકભાઈ, સમીરભાઈ, ચિરાગભાઈ, દીપકભાઈ, ધ્રુવભાઈ, આકાશભાઈ, પ્રયાગભાઈની એક કમિટી બનાવાય હતી. આ સાથે તમામ લોકોએ આ નિર્ણયની ચુસ્તપણે અમલવારી કરવાની ખાતરી આપી હતી. આ સાથે ઉપસ્થિત તમામ લોકોએ અમદાવાદ પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.