સર્જન ટીમની મોટી સિદ્ધિ : અતિ જટિલ એવું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યુંમોરબી : ૬૭ વર્ષના દર્દી પેટના દુખાવાની અને વજન ઓછો થઇ જવાની ફરીયાદ સાથે મોરબીની GMERS જનરલ હોસ્પિટલના સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના જરૂરી રીપોર્ટ કરાવતા આંતરડાનું કેન્સર હોવાનુ માલુમ પડેલ હતુ. મોરબીની GMERS જનરલ હોસ્પિટલ ખાતે તા. ૦૯ના રોજ સર્જનની ટીમ દ્વારા જટિલ કહેવાતી એવી આંતરડાના કેન્સરની સર્જરી સફળતાપૂર્વક જિલ્લામાં સર્વપ્રથમવાર કરવામાં આવેલ છે. આ ઓપેરશન GMERS જનરલ હોસ્પિટલની સર્જન ટીમના ડો.ચિરાગ પનારા, ડો. નિશીથ પટેલ, ડો. વિમલ દેત્રોજા તેમજ એનેસ્થેસિયા ડોક્ટરોની ટીમમાંથી ડો. રાજેન્દ્ર લોરિયા & ડો. ગુંજન વાઘડિયા તેમજ ઓટી સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. જેના માટે GMERS જનરલ હોસ્પિટલની ટીમને શુભેચ્છાઓ મળી રહી છે.