મોરબી : મોરબીની જાહેર જનતાના લાભાર્થે શ્રી પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 1 જૂનથી ફુલસ્કેપ ચોપડાનું વિતરણ શરૂ કરાયું છે. મોરબીની ઉમા સ્કૂલની સામે વેજીટેબલ રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે દરરોજ સવારે 9-30થી વિતરણ કરવામાં આવે છે. જેમાં દરેક સ્કૂલના પાઠ્યપુસ્તક, સ્વાધ્યાય પોથી, નવનીત, ક્લાસમેટસ વીજન વગેરે કંપનીની નોટબુક, ફોર લાઈન, ચેક્સ લાઈન, સીંગલ લાઈન, ટુ લાઈન નોટબુકો રાહત દરે મળશે. વહેલા તે પહેલાના ધોરણ આ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ પુઠાના રોલ, કંપાસ, સ્કૂલ બેગ, વોટરબેગ, પેડ પાઉચ, સ્લેટ સહિતની વસ્તુ પણ રાહત ભાવે મળશે. તો આ વિતરણ વ્યવસ્થો સૌને લાભ લેવા જણાવાયું છે.