મોરબી : મોરબી મહાનગરપાલિકા તથા ફિલ્ડ માર્શલ બ્લડ બેન્ક દ્વારા આજે તારીખ 13 જૂન ને શુક્રવારના રોજ મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે તથા ડેપ્યુટી કમિશનરની હાજરીમાં મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનારાઓને મોરબીમાં મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સન્માન પત્ર તથા ભેટ આપવામાં આવ્યા હતા. આ સન્માનથી રક્તદાન કરનારાઓને પ્રોત્સાહન મળ્યું હતું અને અન્ય લોકોને પણ રક્તદાન માટે પ્રેરણા મળી હતી. આ રક્તદાન કેમ્પમાં કુલ 52 લોકોએ રક્તદાન કર્યું હતું.