સરપંચ અને વોર્ડની પેટા ચૂંટણીમાં પણ 82 બેઠકો બિનહરીફ થઇ : અન્ય 13માં ચૂંટણી થશેમોરબી : મોરબી જિલ્લામાં આગામી તા.22 જૂને યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચવાની મુદત પૂર્ણ જિલ્લાનું ચૂંટણીચિત્ર ફાઇનલ થયું છે. મોરબી જિલ્લાની 62 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં 20 ગામો સંપૂર્ણ બિનહરીફ થતા હવે 35 ગામોમાં ચૂંટણી યોજાશે, સાથે જ 129 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં 82 બેઠકો બિનહરીફ થતા હવે 13 બેઠકોમાં ચૂંટણી થશે.મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય,મધ્યસત્રીય અને પેટા ચૂંટણીમાં ગઈકાલે ઉમેદવારીપત્ર પરત ખેંચાવના દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બની ગયું છે જેમાં જિલ્લામાં તાલુકા મુજબ સ્થિતિ જોઈએ તો ટંકારા તાલુકાના 3 ગામોમાં સામાન્ય અને મધ્ય સત્રીય ચૂંટણી હતી જેમાં એક ગામ બિનહરીફ થતા બે ગામમાં ચૂંટણી યોજાશે. જયારે પેટા ચૂંટણીવાળા 16 વોર્ડમાંથી 6 વોર્ડ બિનહરીફ થવાની સાથે 15 વોર્ડ આંશિક બિનહરીફ થયા છે. જયારે હળવદ તાલુકાના 11 ગામમાં સામાન્ય ચૂંટણી યોજાનાર હતી જેમાંથી 2 બિન હરીફ અને 2 આંશિક બીન હરીફ થતા 7 ગામોમાં ચૂંટણી યોજાશે.જયારે વોર્ડ અને સરપંચની પેટા ચૂંટણીમાં 27 બેઠકો બિનહરીફ થતા 1 વોર્ડમાં ચૂંટણી થશે.માળીયા મિયાણા તાલુકામાં 13 ગામોમાં સામાન્ય અને પેટા ચૂંટણી હતી જેમાં પાંચ બિનહરીફ થતા 3 માં ચૂંટણી અને પાંચ પંચાયત આંશિક બિનહરીફ થઈ છે. સાથે જ 10 વોર્ડની પેટા ચૂંટણીમાં તમામ વોર્ડ બિનહરીફ થયા હતા. આ ઉપરાંત વાંકાનેર તાલુકામાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી વાળા 11 ગામોમાંથી 4 ગામ બિનહરીફ થતા 7 ગામોમાં ચૂંટણી યોજાશે.જયારે સરપંચ પેટા ચૂંટણીમાં પાંચ પૈકી 3 બેઠક બિનહરીફ થતા 2 બેઠકમાં ચૂંટણી યોજાશે. જયારે વોર્ડ પેટામાં 20 પૈકી 7 બેઠક બિનહરીફ થતા 4માં ચૂંટણી અને 19 બેઠકો આંશિક બિનહરીફ થઇ છે.મોરબી તાલુકાનું ચૂંટણીચિત્ર જોઈએ તો મોરબી તાલુકામાં કુલ 24 ગામોમાં સામાન્ય/મધ્યસત્ર ચૂંટણી યોજાનાર હતી જેમાં 8 બિનહરીફ થતા 16માં ચૂંટણી યોજાશે. જયારે સરપંચની પેટા ચૂંટણીમાં 4 બેઠકો પૈકી 1 બિનહરીફ થતા 3 બેઠક માટે ચૂંટણી યોજાશે. આ ઉપરાંત સરપંચ અને વોર્ડની પેટા ચૂંટણીમાં 3 પૈકી 2 બેઠક બિનહરીફ થતા એકમાં ચૂંટણી યોજાશે. સાથે જ 28 વોર્ડની પેટા ચૂંટણીમાં 26 બેઠકો બિન હરીફ થતા હવે મોરબી તાલુકામાં 2 વોર્ડની જ પેટા ચૂંટણી યોજાશે. સાથે જ મોરબી જિલ્લામાં કુલ મળી 41 બેઠકો અંશતઃ બિનહરીફ જાહેર કરવામાં આવી હતી.__________________બિન હરીફ થયેલ ગામોની યાદીમોરબી : અમરાપર, ગુંગણ, રામપર(પા.),નવા સાદુળકા, ફાટસર, ઓમનગર, કેશવનગર, અને સોલંકીનગરટંકારા : ગજડીહળવદ : ધુળકોટ, નવા ઇસનપુર, રણછોડગઢ, નવા રાસંગપુર(ગાંધીપુર) માળીયા મિયાણા : મહેન્દ્રગઢ, સુલતાનપુર, દેરાળા, પંચવટી, વિશાલનગર વાંકાનેર : ગારિયા, ધરમનગર, ચંદ્રપુર, ભાયાતી જાંબુડિયા__________________સામાન્ય ચૂંટણી થનાર ગામોની યાદીમોરબી : મકનસર, આમરણ, ડાયમંડનગર, ધુળકોટ, જેપુર, ઉંટબેટ શામપર, જીવાપર (આ.), રાજપર(કુંતાશી), આંદરણા,ખરેડા,અણીયારી, ધરમપુર, લક્ષ્મીનગર,ટંકારા તાલુકો :- લજાઈ, જબલપુર હળવદ : ઈશનપુર,વેગડવાવ, નવા વેગડવાવ(શ્રીજીનગર), ઈશ્વરનગર, , શિવપુર, મંગળપુર, રાયસંગપુરમાળીયા મી. : નંદનવન, ચાચાવદરડા, બોડકીવાંકાનેર : પંચાસીયા, પલાંસડી, કાશીપર-ચાંચડીયા, ભેરડા, , સિંધાવદર- વીડી ભોજપરા, , પીપળીયા રાજ, ભાટીયા__________________