હળવદ : મોરબી એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદ - કચ્છ હાઈવે ઉપર હળવદ તાલુકાના દેવળીયા ગામની ચોકડી પાસેથી જીજે - 13 - એવી - 8886 નંબરની રીક્ષા લઈને નીકળેલા આરોપી રામજી ઉર્ફે રામો ધીરુભાઈ દેગામા રહે.વીસીપરા મોરબી, મૂળ રહે.કંકાવટી, સુરેન્દ્રનગર વાળાને વિદેશી દારૂની 32 બોટલ કિંમત રૂપિયા 16000 તેમજ એક લાખની રીક્ષા મળી કુલ રૂપિયા 1,16,000 સાથે ઝડપી લઈ હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.