મોતનો આંકડો ખૂબ મોટો, કુલ મોતના આંકડા વિશે તથા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મોત વિશે હજુ સતાવાર જાહેરાત થઈ નથીમોરબી : અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃતકોનો આંકડો ખૂબ મોટો હોવાનો અંદાજ છે. પણ હજુ સુધી મોતના આંકડાની સતાવાર જાહેરાત કરાઈ નથી. ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મોતની પણ સતાવાર જાહેરાત થઈ નથી. મોટાભાગના મૃતદેહો બળીને ભડથું થઈ ગયા હોવાથી ડીએનએ સેમ્પલ વડે ઓળખ કરવાની તજવીજ હાલ ચાલી રહી છે.અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. આ પ્લેનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 217 મુસાફરો પુખ્ત વયના હતા તો 11 બાળકો હતા અને 2 નવજાત શિશુ હતા. જયારે કુલ મુસફરોમાં 169 ભારતીયો, 53 બ્રિટીશરો, 1 કેનેડીયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા.આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીના જણાવ્યા અનુસાર અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના DNA સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. ૫૦ ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી સ્ટેબલ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.મૃતકના નજીકના સગા ( માતા, પિતા અથવા બાળકો) ડીએનએ સેમ્પલ આપી શકશે. બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કસોટી ભવન આવેલું છે.સગા – સ્નેહી જનોને આ કસોટી ભવન ખાતે DNA સેમ્પલ આપવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.