મોતનો આંકડો ખૂબ મોટો હોવાની સંભાવના : હાલ સમગ્ર દેશ આ ઘટનાથી સ્તબ્ધ : સોલા સિવિલમાં સતત મૃતદેહો આવી રહ્યા છેમોરબી : અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અનેક મૃતદેહો બળીને એ રીતે ભડથું થઈ ગયા છે. કે ઓળખવા પણ મુશ્કેલ બન્યા છે. બીજી તરફ આ મોટી દુર્ઘટનાને પગલે વડાપ્રધાન અને ગૃહમંત્રી અમદાવાદ આવવા રવાના થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના મેઘાણીનગરમાં આજે બપોરના સમયે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેન લંડન જઈ રહ્યું હતું. તેમાં 230 મુસાફરો અને ક્રુ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. આ પ્લેન ક્રેશ થતા જ સળગી ઉઠ્યું હતું. જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાયા હતા. આ દુર્ઘટનામાં અનેક મૃતદેહો એવી રીતે બળીને ભડથું થયા છે કે તેને ઓળખવા પણ મુશ્કેલ બન્યા છે. બીજી તરફ દુર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.