વિજયભાઈ તેમની દીકરીને મળવા લંડન જઈ રહ્યા હોવાના અહેવાલમોરબી : અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એવી માહિતી સામે આવી છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પ્લેનમાં સવાર હતા. તેઓ તેમની દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના મેઘાણીનગરમાં આજે બપોરે લંડન જતું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં 242 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં મોટી જાનહાની સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આ દુર્ઘટના ગ્રસ્ત પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હોવાનું જાણવા મળ્યું છે. તેઓની 2D સીટ હતી. નીતિન ભારદ્વાજ ગઈકાલે લંડન પહોંચી ગયા હતા. વિજયભાઈ આજે લંડન જવા નીકળ્યા હતા. લંડનમાં વિજયભાઈના દીકરી રહેતા હોય બન્ને તેઓને મળવા જવાના હતા.