હોસ્પિટલમાં સતત મૃતદેહો આવી રહ્યા છે, બીજી તરફ પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી પણ શરૂમોરબી : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક લોકો મોતને ભેટ્યા છે. સિવિલ હોસ્પિટલમાં સતત મૃતદેહો આવી રહ્યા છે. બીજી તરફ પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી સરકાર દ્વારા 4 આઈએએસ અધિકારીઓને સિવિલ હોસ્પિટલમાં ફરજ સોંપી છે.અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાની દુર્ઘટનાના કારણે ઊભી થયેલ આપાત્તકાલિન પરિસ્થિતિને ધ્યાને લેતાં 4 આઇએએસ અધિકારીઓની સેવાઓ તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે શ્રી ધનંજય દ્વિવેદી, આઇ.એ.એસ., અગ્ર સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના હવાલે મૂકતા હુકમો કરવામાં આવે છે. જે ચાર આઇએસ અધિકારીઓમાં નીતિન સાંગવાન - નિયામક- રોજગાર અને તાલીમ, ગાંધીનગર, હર્ષિત ગોસાવી- સંયુકત સચિવ (કાયદો અને વ્યવસ્થા) - ગૃહ વિભાગ, અરવિંદ વી.- મેનેજિંગ ડિરેકટર- ગુજરાત ઇન્ફોરમેટિક્સ લિ (GIL) અને ડૉ. પ્રશાંત જીલોવા - રીજીઓનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીસ- અમદાવાદનો સમાવેશ થાય છે.