મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 12 જૂન ને ગુરુવારના રોજ ઘઉં, તલ, મગફળી, ધાણા, જીરું, બાજરો, જુવાર, મગ, સફેદ ચણા, ચણા, એરંડા, ગુવાર બી, કાળા તલ, રાયડો અને તુવેર તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 660 ક્વિન્ટલ એટલે કે 3300 મણ તલની આવક થઈ છે. તલના સૌથી ઉંચા ભાવ આજે 1900 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 665 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ભાવ 528 રૂપિયા સુધી બોલાયા છે. તો મગફળીના 952, ધાણાના 1000, જીરુંના 3820, બાજરાના 556, જુવારના 832, મગના 1301, સફેદ ચણાના 1230, ચણાના 1074, એરંડાના 1250, ગુવાર બીના 948, કાળા તલના 2706, રાયડાના 1127 અને તુવેરના 1260 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 700 રૂપિયા, રીંગણાના 600 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 600 રૂપિયા, કોબીજના 300 રૂપિયા, કાકડીના 700 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 400 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.