ટંકારામાં થયેલી લૂંટની રકમ આરોપીઓ પાસેથી કબજે કરી મૂળ માલિકને પરત કરાઈ મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલ કે ચોરાયેલ મોબાઈલ, વાહનો, કીમતી સામાન ટેકનોલોજીની મદદથી શોધીને મૂળ માલિકને પરત કરવામાં આવતી હોય છે. ત્યારે આજે મોરબી જિલ્લા પોલીસ દ્વારા આ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ કુલ 72 લાખ 50 હજાર રોકડ રકમ અને 10 લાખથી વધુની કિંમતના 63 જેટલા મોબાઈલ મૂળ માલિકને શોધીને ફરત આપવામાં આવ્યા હતા.આ અંગે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી એ જણાવ્યું હતું કે, ગત મહિને ટંકારામાં થયેલી લૂંટની ઘટનામાં આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવેલા રોકડ રૂપિયા આજે કોર્ટના આદેશ પ્રમાણે મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. આ તકે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જનતાને અપીલ કરી હતી કે, તેઓ જાગૃત બને અને મોબાઇલ કે વાહન જેવી વસ્તુઓ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તુરંત જ પોલીસને જાણ કરે. આ માટે લોકો E-FIR પણ દાખલ કરી શકે છે અને ત્યારબાદ પોલીસ મોબાઇલ કે વાહન શોધીને મૂળ માલિકને પરત કરતી હોય છે.