મૂળ મોરબીના ડો.જીગર બરાસરા જેઓની અમદાવાદ સિવિલના ઇમરજન્સી વિભાગના ડ્યુટી છે તેઓએ વર્ણવી સમગ્ર દાસ્તાન, હાલ એક પેશન્ટ ઉપર 6થી 7 તબીબો ધ્યાન આપી રહ્યા છે, આરોગ્ય તંત્રએ ઓછામાં ઓછી જાનહાનીના ઉદ્દેશ સાથે યુદ્ધના ધોરણે કામે લાગી પડ્યુંમોરબી : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મોત નિપજ્યા છે. પણ કરૂણતા એ છે કે મોટાભાગના મૃતકોના મૃતદેહ બળીને ભડથું થઈ ગયા છે. આ દ્રશ્ય નજરે જોનારા અને મૃતદેહોના ડીએનએ સેમ્પલ લેવા માટેની ટીમમાં જોડાયેલા મૂળ મોરબીના ડો.જીગર બરાસરાએ સમગ્ર દાસ્તાન વર્ણવી છે. તેઓએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે તેઓ BDS પૂર્ણ કર્યું છે. હાલ તેઓ MDS કરી રહ્યા છે. તેઓ જડબા અને ચહેરાની સર્જરીના ડોકટર છે. તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. તેઓએ ઘટનાનુ વર્ણન કરતા જણાવ્યું કે બપોરના 1થી 2 વાગ્યાના વચ્ચે જમવાનો સમય હતો. તેમની ડ્યુટી હતી તે સિવિલના ટ્રોમા સેનેટરથી અંદાજે 200 મીટરના અંતરે આવેલ હોસ્ટેલમાં 40થી ઈન્ટર્ન જમતા હતા. આ દરમિયાન ઓચિંતા ઘુમાડાના ગોટેગોટા દેખાયા હતા. એટલે હોસ્પિટલ સ્ટાફ એલર્ટ તો થઈ જ ગયો હતો. ત્યાંથી ઈન્ટર્નને લાવવામાં આવી રહ્યા હતા. જેની તુરંત પ્રાથમિક સારવાર કરવામાં આવી અને એડમિટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ પ્લેનના મુસાફરો હતા. તેઓના મૃતદેહ આવવાનું શરૂ થયું. આમાં ક્યારેક કોઈક અડધો બોડીનો પાર્ટ આવે. કયો પાર્ટ કેનો છે તે પણ ખ્યાલ ન આવે તેવી હાલત બોડીની હતી. હાલ દર્દીના દાત કાઢીને તેમાંથી ડીએનએ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. અંદાજે 200થી વધુ મૃતદેહ અહીં લાવવામાં આવ્યા છે. હજુ પણ મૃતદેહ આવવાનું ચાલુ જ છે. ઘટના ખરેખર દુઃખદ છે. આવા દ્રશ્યો મે ક્યારેય જોયા નથી. અમદાવાદ સિવિલ તંત્ર યુદ્ધના ધોરણે દર્દીઓની સારવારમાં લાગ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ઇજાગ્રસ્ત કોઈ દર્દીને જરા પણ તકલીફ ન પડે તેની પૂરતી તકેદારી સાથે કામ કરવામાં આવી રહ્યું છે. અત્યારે એક દર્દી ઉપર 6થી 7 રેસિડેન્ટ ડોક્ટરો ધ્યાન આપી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના આજુબાજુના વિસ્તારોમાંથી પણ આરોગ્ય ટિમો અહીં આવી ગઈ છે. ડો. જીગર બરાસરાએ અંતમાં જણાવ્યું હતું કે આવો ખોફનાખ સ્થિતિ તેઓએ અગાઉ ક્યારેય જોઈ નથી. ડો. જીગર નિર્મલ વિદ્યાલયના સંચાલક અને પ્રિન્સીપાલ રમણીકભાઈ બરાસરાના પુત્ર છે. અને હાલ તેઓની ડ્યૂટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર ખાતેp છે.