ફ્લાઈટ લંડન જઈ રહી હતી : ટેક ઓફ કર્યાની મિનિટમાં જ રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયુંમોરબી : અમદાવાદમાં આજે બપોરે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન પુરજોશમાં ચાલી રહ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના મેઘાણી નગરમાં પેસેન્જર ભરેલું એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે. પ્લેનમાં ક્રુ મેમ્બર સાથે 242 જેટલા પ્રવાસીઓ હોવાનું સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલમાં જણાવાયુ છે. આ પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયા બાદ દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દુર્ઘટનામાં મોટી જાનહાની સર્જાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે.