તાલુકા પોલીસે ક્રેટા કાર સહિત 10.51 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યોમોરબી : મોરબી તાલુકાના પીપળી ગામે ગઈકાલે વિદેશી દારૂના કટિંગ સમયે પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા બાદ તાલુકા પોલીસે નવી પીપળી ગામે ઓમપાર્કમાં દરોડો પાડી વિદેશી દારૂ - બિયરનો 2.51 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપીની ક્રેટા કાર સહિત 10.51 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે નવી પીપળી ગામે ઓમપાર્કમા રહેતા આરોપી સંદીપ રમેશભાઈ કાલરીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 131 બોટલ તેમજ બિયરના 96 ટીન મળી કુલ રૂપિયા 2,51,340નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આરોપીની પૂછતાછમાં દારૂની હેરફેર ક્રેટા કારમાં કરવામાં આવી હોવાનું સામે આવતા 8 લાખની કાર પણ કબ્જે કરી કુલ 10,51,340નો મુદ્દામાલ કબજે કરી આરોપી સંદીપ તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.