મોરબી : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને પગલે પક્ષના તમામ કાર્યક્રમો તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જાહેરાત કરી છે. બીજી તરફ આજડ રાત્રે મોરબીમાં ભાજપ દ્વારા પ્રોફેશનલ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું છે.