મોરબી : મોરબીની નટરાજ ફાટકે પાટા પાસેનો ઉબડ ખાબડ રસ્તો જોખમી બન્યો છે. અહીં દરરોજ બાઇક સ્લીપ થવાના બનાવો બને છે. ત્યારે રેલવે તંત્ર તાત્કાલિક અહીં રીપેરીંગ કામ કરાવે તેવી માંગ ઉઠી છે. મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકવાળો રોડ જે સતત ધમધમતો રોડ છે. દરરોજ હજારો વાહનો અહીંથી પસાર થતા હોય છે. ત્યારે અહીં પાટાને અડીને ઉબડ ખાબડ રસ્તો હોવાથી વાહનચાલકોને હાલાકી પડી રહી છે. દરરોજ અહી બાઇક સ્લીપ થવાના બનાવ પણ બને છે. અગાઉ અહીં ખાડા હતા. જેથી કાકરા નાખવામાં આવ્યા હતા. જેના કારણે આ રોડ જોખમી બન્યો છે. આ કારણોસર અહી વાહનો ધીમે ચાલતા હોવાથી ટ્રાફિકજામના પણ દ્રશ્યો સર્જાય છે.