મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 11 જૂન ને બુધવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, તુવેર, જીરું, બાજરો, જુવાર, મગ, સીંગફાડા, ચણા, એરંડા, ગુવાર બી, કાળા તલ, સફેદ ચણા અને તુવેર તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 794 ક્વિન્ટલ એટલે કે 3970 મણ તલની આવક થઈ છે. તલના સૌથી ઉંચા ભાવ આજે 1920 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 872 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ભાવ 515 રૂપિયા સુધી બોલાયા છે. તો કપાસના 1451, મગફળીના 952, જીરુંના 3870, બાજરાના 500, જુવારના 864, મગના 1468, સીંગફાડાના 1324, ચણાના 1070, એરંડાના 1200, ગુવાર બીના 1005, કાળા તલના 3090, સફેદ ચણાના 1800 અને તુવેરના 1204 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 600 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 600 રૂપિયા, કોબીજના 240 રૂપિયા, કાકડીના 700 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 500 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.